હરિત ઇંધણ એટલે શું ? કચરાના પુનર્ચક્રણ વિશે માહિતી આપો.
પ્લાસ્ટિકના કચરામાંથી મળતા ઈંધણનો ઑક્ટન આંક ઊંચો હોય છે. તેમાં લૅડ હોતું નથી. આથી તે ‘હરિત ઈંધણ' તરીકે ઓળખાય છે.
રસાયણ અને કાપડ ઉદ્યોગમાં થયેલા આધુનિક વિકાસને કારણે હવે પુનચક્રિત પ્લાસ્ટિકના વસ્ત્રો બની શકે છે. હાલમાં એવી ટેક્નોલૉજીનો વિકાસ કરવામાં આવ્યો છે કે જેના દ્વારા કચરામાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. જેમાં કચરામાંથી લોખંડ, પ્લાસ્ટિક, કાચ, કાગળ વગેરેને અલગ કરી બાકી રહેલા ભાગને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. તેમાં બૅક્ટરિયાનો કેટલોક જથ્થો ઉમેરવામાં આવે છે. જે મિથેન ઉત્પન્ન કરે છે, તેને બાયોગૅસ તરીકે ઓળખાય છે.
બાયોગૅસ વીજળી ઉત્પન્ન કરવામાં વપરાય છે અને તેની ઉપનીપજ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.
પીવાના પાણીમાં જુદી જુદી ધાતુ તેમજ આયનોના આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ પ્રમાણ અને તેની અસરો ટૂંકમાં જણાવો.
ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા ધૂમ-ધુમ્મસના નામ આપો.
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ બાળકોમાં શ્વસનતંત્રનાં ગંભીર રોગ $NO_2$ વાયુને કારણે થાય છે.
$(2)$ કાર્બન મોનોક્સાઈડ રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કાબૉક્સિ-હિમોગ્લોબીન સંકીર્ણ બનાવે છે.
$(3)$ કાર્બોક્સિ-હીમોગ્લોબિન સંકીર્ણ તે ઓક્સિજન-હીમોગ્લોબિન કરતાં $100 $ ગણું વધુ થાયી છે.
$(4)$ વરસાદી પાણીનો $pH \,5.6$ ની આસપાસ હોય છે.
પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનાં સ્રોત જણાવો.
જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત $(BOD)$ એટલે શું ?